ઓપ્પો ફૂલ મેટલ યુનિ-બૉડી સાથેના R7 પ્લસ તથા R7 લાઈટની લૉન્ચની કરે છે

08:41
મુંબઈ, સપ્ટેમ્બર 04, 2015: ઓપ્પો, વિશ્વની અગ્રણી ટેક્નોલૉજી બ્રાન્ડ, જે અમેરિકા, આફ્રિકા, યુરોપ, ઑશિયાનિયા તથા એશિયાના ગ્રાહકોને અગ્રણી ઉત્પાદનો પૂરા પાડવા સમર્પિત છે, તેના દ્વારા આજે મુંબઈમાં આર7 પ્લસ અને આર7 લાઈટ સ્માર્ટફોન્સનું આનાવરણ કરવામાં આવ્યું. આર7 પ્લસ અને આર7 લાઈટ સાથે ઓપ્પો પોતાના ગ્રાહકો માટે વધુ એક ક્રાંતિકારી ટેક્નોલૉજી ન્યૂ ફ્લૅશ શૉટ લઈ આવે છે. આ ડિવાઈસીસ મેટલ યુનિ-બૉડી ધરાવે છે અને ઓપ્પોની સ્માર્ટફોન્સની આર7 શ્રેણીમાં ઉમેરાયેલું નવું નજરાણું છે.
R7 પ્લસ તથા R7 લાઈટ

ઓપ્પો વિષે થોડું જાણીએ :

ઓપ્પો અગ્રણી વૈશ્વિક ટેક્નોલૉજી બ્રાન્ડ છે જે અમેરિકા, આફ્રિકા, યુરોપ, ઑશિયાનિયા અને એશિયાના ગ્રાહકોને એવા અગ્રણી ઉત્પાદનો આપવા પ્રત્યે સમર્પિત છે.2004માં સ્થાપિત ઓપ્પોએ ઝીણી વિગત માટેના પોતાના તીવ્ર વળગણને કારણે બહુ ઓછા સમયમાં પોતાની જાતને બજારમાં પૂરવાર કરી શકી છે. ઓપ્પોના દરેક ઉત્પાદનો વપરાશકર્તાને ઉપયોગી થઈ પડવાના આશયે ચોકસાઈપૂર્વક પસંદ કરાયેલી બાબતોથી સજ્જ હોય છે, જેમાં પ્રભાવશાળી ફીચર્સ સાથે સુરેખ ડિઝાઈનનો સુભગ સમન્વય હોય. 2008માં મોબાઈલ ફોન બજારમાં

પ્રવેશ્યા બાદ, એક વર્ષ પછી ઓપ્પોએ દરિયાપારના બજારમાં બહુ ઝડપથી વિસ્તરણ કર્યું. ઓપ્પો ફોન્સ હાલ 20 કરતાં વધુ બજારોમાં ઉપલબ્ધ છે તથા ઓનલાઈન ખરીદી માટે વધારાના 50 દેશોમાં ઉપલબ્ધ છે આ ઉપરાંત એપ્રિલ 2015ના રોજ બ્રાન્ડ 116 દેશોમાં રજિસ્ટર્ડ છે.

જાણો ઓપ્પો આર7 લાઈટ ની લક્ષનીક્તાઓ :
ઓપ્પો આરલાઈટ


ઓપ્પો આર7 લાઈટ ડ્યૂઅલ સિમ અને 4જી સ્માર્ટફોન છે તથા કલરઓએસ 2.1 પર ચાલે છે. 5 ઈંચના સુપર એએમઓએલઈડી ડિસ્પ્લે તથા 2.5ડી આર્ક-એડ્જ સ્ક્રીન સાથે તે 1280*720 પિક્સૅલ્સ તથા 294 પીપીઆઈ પણ આપે છે. આ ડિવાઈસ 2320 એમએએચ બેટરી તથા 1. 3 જીએચઝેડ ઓક્ટા-કોર પ્રોસેસર ધરાવે છે. ડિવાઈસ 2 જીબી રેમ તથા 16 જીબી રોમ ધરાવે છે. આર7 લાઈટ 13 એમપીના પાછળના તથા 8 એમપીના આગળના કેમેરાથી સજ્જ છે તથા તેનું વજન બેટરી સાથે 147 ગ્રામ છે.

જાણો ઓપ્પો આરપ્લસ ની લક્ષનીક્તાઓ :
ઓપ્પો આર7 પ્લસ
ઓપ્પો આર7 પ્લસ 6-ઈંચ ફૂલ એચડી સુપર એએમઓએલઈડી ડિસપ્લે સ્ક્રીન, 1920*1080 પિક્સૅલ્સ તથા 367 પીપીઆઈ સાથે કલરઓએસ 2. 1 પર ચાલે છે. આ ડિવાઈસ 13 એમપી પાછળનો તથા 8 એમપી આગળના કેમેરા સાથે 2, 5ડી આર્ક-એડ્જ સ્ક્રીન આપે છે. તે ફૂલ મેટલ યુનિ બૉડી, ડ્યૂએલ સિમ સ્લૉટ તથા 128 જીબી સુધીના એસડી કાર્ડ સપૉર્ટ સાથે ફોરજી પણ ઓફર કરે છે. આ ડિવાઈસ 1.5જીએચઝેડ ઓક્ટા-કોર 64-બિટ પ્રોસેસર સાથે 3 જીબી રેમ અને 32 જીબી રોમ પણ ધરાવે છે, 4100 એમએએચ બેટરી સાથે આ સ્માર્ટફોનનું વજન છે 192 ગ્રામ.


લોન્ચની જાહેરાત કરતા, શ્રી. માઈક વાન્ગ, સીઈઓ, ઓપ્પો મોબાઈલ ઈન્ડિયાએ જણાવ્યું:
ભારતની સ્પર્ધાત્મક મોબાઈલ બજારમાં 2014માં અમારા પ્રવેશ સમયથી જ, વિશ્વમાં અમારા વિસ્તરણની યોજનામાં ભારત સૌથી મહત્વના ભાગમાંથી એક છે. ભારતીય બજારમાં શ્રેષ્ઠ ઉત્પાદનો આપવાના આશયથી ડિવાઈસના વૈશ્વિક લોન્ચ બાદ અમે તરત જ તેને ભારતમાં લોન્ચ કર્યું છે. આર7 પ્લસ અને લાઈટ સાથે અમે બજારનો સંતોષકારક હિસ્સો કબ્જે કરવાનું ધ્યેય ધરાવીએ છીએ તથા આ વર્ષના અંત સુધી 200 ટકાથી વધુ વૃદ્ધિની આશા રાખીએ છીએ.વિશ્વભરમાં ઓપ્પો ટ્રેન્ડસેટિંગ ડિઝાઈન અને સર્વોચ્ચ ટેક્નોલૉજિકલ નાવિન્ય સાથેના ક્રાંતિકારી ઉત્પાદનો બનાવવા માટે જાણીતું છે. અમે માનીએ છીએ કે ગ્રાહકો અમારી પ્રેરણા છે તથા અમારો દૃઢ વિશ્વાસ છે કે ખરૂં નાવિન્ય ટેક્નોલૉજીને આપણા રોજબરોજના જીવનનાં એક મહત્વનાં પાસાંમાં પરિવર્તિત કરે છે.”
ઓપ્પો આર7 પ્લસની કીમત છે રૂપિયા 29, 990 તથા આર7 લાઈટ રૂપિયા 17, 990 છે. ઓપ્પો આર7 પ્લસ 25મી સપ્ટેમ્બરથી તથા આર7 લાઈટ 10મી સપ્ટેમ્બરથી ભારતભરના સ્ટોર્સ તથા રિટેલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ થશે.

તમને કઈ પણ પૂછવું હોય કે જાણવું હોય તો નીચે કમેન્ટ માં લાખો. વધુ જાણકારી માટે વિઝીટ કરતા રહો. ધન્યવાદ

Share this

Related Posts

Previous
Next Post »